ગાયત્રી પરિવાર ટ્રસ્ટ મોરબી દ્વારા તા. ૦૬ એપ્રિલને રવિવારના રોજ શ્રી રામનવમી નિમિતે વાઘપરા શેરી નં ૧૪ માં આવેલ શ્રી ગાયત્રી પ્રેરણા મંદિર ખાતે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન અને શ્રી રામ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
જેમાં દર વર્ષની પરંપરા મુજબ શ્રી રામનવમી નિમિતે તા. ૦૬ ને રવિવારે સવારે ૮ થી ૧૨ કલાક સુધી શ્રી ગાયત્રી મંદિર ખાતે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાશે અને શ્રી રામ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શ્રી ગાયત્રી યજ્ઞમાં બેસવા ઈચ્છુક ભક્તજનોએ મંદિર ખાતે પુજારીનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે