Saturday - Aug 15, 2026

મોરબીમાં પીધેલી હાલતમાં કાર ડ્રાઇવ કરતા વૃદ્ધ દારૂ સાથે પકડાયા

મોરબીમાં પીધેલી હાલતમાં કાર ડ્રાઇવ કરતા વૃદ્ધ દારૂ સાથે પકડાયા

મોરબી : મોરબી શહેરમાં નશાની હાલતમાં વાહન ચલાવી અકસ્માત સર્જવાની ઘટનાઓને ધ્યાને લઇ પોલીસે ચેકીંગનો દૌર વધાર્યો છે તેવામાં ગઈકાલે સીટી એ ડિવિઝન પોલીસ મથક નજીક જેલ રોડ પર આવેલ ઠાકર લોજ સામેથી પસાર થતી જીજે - 36 - એલ - 2123 નંબરની કારને અટકાવી તલાશી લેતા કાર ચાલક ધનજીભાઈ વલમજીભાઈ કુંડારિયા ઉ. વ.70 રહે.તળાવીયા શનાળા તા.મોરબી વાળાઓ નશાની હાલતમાં મળી આવ્યા હતા.કારમાંથી પ્લાસ્ટિકની બોટલમાં કેફી પ્રવાહી પણ મળી આવતા પોલીસે આરોપી વૃદ્ધની 5 લાખની કિંમતની કાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.