Saturday - May 16, 2026

મોરબીમાં પર્યુષણ પર્વ નિમિત્તે કતલખના તથા નોનવેજનું વેચાણ બંધ રાખવા જાહેરનામું.

મોરબીમાં પર્યુષણ પર્વ નિમિત્તે કતલખના તથા નોનવેજનું વેચાણ બંધ રાખવા જાહેરનામું.

મોરબી:-મોરબીમાં આગામી તારીખ 20 થી 28 ઓગસ્ટ સુધી મોરબી શહેર અને વિસ્તારમાં પર્યુષણ પર્વ નિમિત્તે તમામ કતલખાનાઓ બંધ રાખવા તથા નોનવેજનું વેચાણ બંધ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

  જાહેરનામામાં ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પર્યુષણ પર્વનીમિત્તે તારીખ 20/8/2025 બુધવારથી તારીખ 28/8/2025 ગુરૂવાર સુધી મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ મટન ઈંડા ચિકન તથા મચ્છીના વેચાણ કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, એવું જાહેરનામા સ્પષ્ટ જણાવ્યું છે. સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી પડશે,અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધ જીપીએમસી એક્ટ 1949 ની કલમ 329 અને 336 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેવું પણ જાહેરનામામાં જણાવ્યું છે, જેની સબંધકર્તા તમામે આની ગંભીર નોંધ લેવી તેવો ઉલ્લેખ પણ જાહેરનામામા કરવામાં આવ્યો છે.