Saturday - May 16, 2026

માળિયાના બગસરા ગામે નીલગાયનો ક્રૂરતાપૂર્વક શિકાર, ગ્રામજનોમાં ભારે રોષ

માળિયાના બગસરા ગામે નીલગાયનો ક્રૂરતાપૂર્વક શિકાર, ગ્રામજનોમાં ભારે રોષ

મોરબી : માળિયા મિયાણા તાલુકાના બગસરા ગામે વન્યજીવ પ્રેમીઓને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. ગામના તળાવ પાછળના ભાગમાં આજે વહેલી સવારે અજાણ્યા શિકારીઓ એક નીલગાય (રોઝ)નો શિકાર કરીને ફરાર થઇ જતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

આજે વહેલી સવારે જ્યારે ગામના કેટલાક લોકો તળાવ પાસે ગયા હતા. ત્યારે લોહીલુહાણ હાલતમાં એક નીલગાયનો મૃતદેહ જોવા મળ્યો હતો. નીલગાયના શરીર પર બંદુકની ગોળીના નિશાન અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર ના ઘા જોવા મળ્યા હતા. શિકારીઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક નીલગાયને મોતને ઘાટ ઉતારી હતી. ગ્રામજનો સ્થળ પર પહોંચે તે પહેલા જ અંધારાનો લાભ લઈને બહારના શિકારીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વન્યજીવના શિકારની આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.  વન વિભાગ અને પોલીસ તંત્ર તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરે અને હથિયારધારી શિકારીઓને ઝડપી પાડી કડક કાયદેસરની કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ કરાઈ છે.