Saturday - May 02, 2026

નવયુગની 'રંગરાત્રિ' ધમાલ: મોરબીમાં 'મિની યુનાઈટેડ વે'નો અહેસાસ!

નવયુગની 'રંગરાત્રિ' ધમાલ: મોરબીમાં 'મિની યુનાઈટેડ વે'નો અહેસાસ!

મોરબીમાં 'મિની યુનાઈટેડ વે'નો અહેસાસ: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના રંગરાત્રિ મહાઉત્સવમાં ખેલૈયાઓએ મન મૂકીને ગરબે ઘૂમ્યા.

મોરબી: નવરાત્રી પર્વની ભવ્યતાને ચાર ચાંદ લગાવતા, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી દ્વારા આયોજિત ત્રિદિવસીય રંગરાત્રિ મહાઉત્સવ રાધે પાર્ટી પ્લોટ ખાતે ધમાકેદાર રીતે ઉજવાયો. ત્રણ દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ટ્રેડિશનલ ગરબા, મસ્તી અને સંગમના ત્રિવેણી સંગમને મન ભરીને માણ્યો હતો, જેના કારણે સમગ્ર મોરબીમાં જાણે "નાનકડું યુનાઈટેડ વે" ઊતરી આવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો.

ઝગમગતો માહોલ અને ઉત્સાહનો સંચાર:

ત્રણેય દિવસ દરમિયાન રાધે પાર્ટી પ્લોટનો માહોલ ભક્તિ અને ઉત્સાહથી છલકાતો રહ્યો. ખેલૈયાઓ ટ્રેડિશનલ વસ્ત્રો અને ઝગમગતા આભૂષણોમાં સજ્જ હતા. ડીજેની ધમાલ ધૂન પર યુવાનો અને બાળકોના સ્ટેપ્સમાં પરંપરા અને આધુનિકતાનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો, જેનાથી સમગ્ર મેદાન ઝળહળી ઉઠ્યું હતું.

પ્રથમ રાત્રિ: નિર્દોષ આનંદ અને બાળસહજ ઉમંગ

કાર્યક્રમની શરૂઆત પ્રથમ રાત્રિએ નવયુગ પ્રેપ સેક્શનના નાનકડા ભૂલકાઓ અને તેમના વાલીઓ માટે કરવામાં આવી હતી. નાનકડા બાળકોના નિર્દોષ ચહેરા, ટ્રેડિશનલ ડ્રેસમાં તેમના ક્યૂટ ગરબા સ્ટેપ્સ અને માતા-પિતા સાથે ગરબે રમવાની મજાએ ઉપસ્થિત સૌને બાળસહજ આનંદથી ભરી દીધા હતા. 

નવયુગની 'રંગરાત્રિ' ધમાલ: મોરબીમાં 'મિની યુનાઈટેડ વે'નો અહેસાસ!
નવયુગની 'રંગરાત્રિ' ધમાલ: મોરબીમાં 'મિની યુનાઈટેડ વે'નો અહેસાસ!

સંસ્થા દ્વારા દરેક બાળકને ખાસ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એક વાલીએ આ પ્રસંગે કહ્યું, "બાળકોને આટલી નાની ઉંમરે આ પ્રકારના કાર્યક્રમમાં સ્ટેજ મળે એ ખૂબ મોટી વાત છે. નવયુગે હંમેશા બાળકોને આત્મવિશ્વાસ આપ્યો છે."

બીજી રાત્રિ: કોલેજ યુવાનોનો ધમાકેદાર પર્ફોર્મન્સ

બીજા દિવસે નવયુગ કોલેજ અને સંકુલના યુવા વિદ્યાર્થીઓએ મેદાનને ધમધમતું બનાવી દીધું. ટ્રેડિશનલ ડ્રેસ અને કુર્તા-પાયજામામાં સજ્જ ખેલૈયાઓના સ્ટેપ્સમાં મોર્ડન થ્રિલ સાથેનો પરંપરાગત ટચ સ્પષ્ટ દેખાતો હતો. મેદાનમાં ઉમટેલી અભૂતપૂર્વ મેદની જોતા દર્શકો બોલી ઉઠ્યા હતા કે, "આ તો મોરબીનો મીની યુનાઈટેડ ગરબા છે!" આ રાત્રે પ્રિન્સ, પ્રિન્સેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ એક્શન જેવી અનેક કેટેગરીમાં ઇનામોનો વરસાદ કરવામાં આવ્યો હતો.

ત્રીજી રાત્રિ: ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું!

ત્રીજા અને અંતિમ દિવસે નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ એવી ધમાલ મચાવી કે ગરબા ગ્રાઉન્ડ પણ ટૂંકું પડી ગયું. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ પરંપરાગત વસ્ત્રોમાં એટલી સુંદર રજૂઆત કરી કે દરેક પર્ફોર્મન્સ પર તાળીઓનો ગડગડાટ થયો. જજીસને પણ વિજેતાઓ પસંદ કરવામાં મુશ્કેલી પડી હતી અને તેમણે પણ મેદાનમાં ઊતરી જઈ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ રાત્રે પણ મોટી સંખ્યામાં ઇનામો આપીને ખેલૈયાઓની ખુશી બમણી કરવામાં આવી હતી.

નવયુગની 'રંગરાત્રિ' ધમાલ: મોરબીમાં 'મિની યુનાઈટેડ વે'નો અહેસાસ!
નવયુગની 'રંગરાત્રિ' ધમાલ: મોરબીમાં 'મિની યુનાઈટેડ વે'નો અહેસાસ!

સંસ્થાનું ગૌરવ અને પ્રમુખશ્રીનું માર્ગદર્શન.

ત્રણેય દિવસના આ ભવ્ય કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી. કાંજીયા તથા રંજનબેન કાંજીયા સતત ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધારતા રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ વિભાગ વડાઓ, શિક્ષકો અને કર્મચારીઓએ દિલથી મહેનત કરી હતી. પ્રમુખશ્રી કાંજીયા સાહેબે જણાવ્યું હતું કે, "વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ જોવા મળ્યો. એ જ અમારા કાર્યક્રમની સાચી સફળતા છે."
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ રંગરાત્રિ માત્ર એક ગરબા કાર્યક્રમ ન રહેતા, વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ, ઉમંગ અને એકતાનો અનોખો ઉત્સવ બની રહી હતી.

નવયુગની 'રંગરાત્રિ' ધમાલ: મોરબીમાં 'મિની યુનાઈટેડ વે'નો અહેસાસ!