Sunday - Sep 13, 2026

ભત્રીજો અકસ્માતને લીધે કામ ન કરી શકતા તેના લગ્ન માટે લીધેલા નાણાં કેમ ચૂકવાશે તેવી ચિંતામાં કાકાનું વિષપાન

ભત્રીજો અકસ્માતને લીધે કામ ન કરી શકતા તેના લગ્ન માટે લીધેલા નાણાં કેમ ચૂકવાશે તેવી ચિંતામાં કાકાનું વિષપાન

હળવદ તાલુકાના ચાડધ્રા ગામની કરુણ ઘટનાથી શ્રમિક પરિવારનું હૈયાફાટ આક્રંદ

મોરબી : હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાં રહી ખેતમજૂરી કરતા મૂળ દાહોદના ધાનપુર તાલુકાના વતની યુવકે પોતાના ભત્રીજાના લગ્ન માટે ઉછીના લીધેલા નાણાં પરત ચુકવવાની ચિંતામાં ઝેરી દવા પી લઈ જિંદગીનો અંત આણી લેતા ખેતશ્રમિક પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.

મૂળ દાહોદના ધાનપુર તાલુકાના કોટંબી ગામના વતની અને હાલમાં હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાં હસમુખભાઈ હરજીભાઈ કાચરોલાની વાડીએ રહી ખેતમજૂરી કરતા રાજુભાઇ બચુભાઇ પરમારે પોતાના ભત્રીજાના લગ્ન માટે ઉછીના પૈસા લીધા હતા.જેમાં ભત્રીજાને અકસ્માત નડતા કામ કરી શકતો ન હોવાથી ઉછીના લીધેલા પૈસા કેવી રીતે પરત આપવા તેની ચિંતામાં ગત તા.10ના રોજ રાત્રીના સમયે ઝેરી દવા પી લેતા સારવાર માટે હળવદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.