Friday - Apr 17, 2026

મોરબીમાં 1 જૂને નેચરલ વસ્તુઓનું વેચાણ કરાશે

મોરબીમાં 1 જૂને નેચરલ વસ્તુઓનું વેચાણ કરાશે

મોરબી : મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા આવતી કાલ તા. 1-6-2025 ને રવિવારના રોજ સવારે 8 થી 12 કલાક દરમ્યાન માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, સનાળા રોડ, મોરબી ખાતે નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

જેમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા તથા લોટ, ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ ,આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી અને ઓર્ગેનિક શાકભાજી મળશે. ત્યારે આ વેચાણ કેન્દ્રનો લાભ લેવા તેમજ પ્રકૃતિ તરફ વળી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી અને ઘરેથી કાપડની થેલી સાથે લાવવા મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઈ ઠક્કરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.