Wednesday - May 06, 2026

મોરબીમાં રખડતા ભટકતા ગૌવંશને સાચવવા ફરીથી નંદીઘર શરૂ

મોરબીમાં રખડતા ભટકતા ગૌવંશને સાચવવા ફરીથી નંદીઘર શરૂ

૨૧૦ જેવા પશુ માલિકોને લાઈસન્સ અને ૩૩ પેટ ડોગના રજીસ્ટ્રેશન

મોરબી : મોરબીમાં નગરપાલિકા વખતે પંચાસર રોડ ઉપર નદીઘર કાર્યરત હતું. પરંતુ તેમાં વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ નગરપાલિકાની તિજોરી ખાલીખમ થતા આ ગૌવશને નિભાવનો ગંભીર પ્રશ્ન ઉભો થતા તમામ ગૌવશને પાંજરાપોળ કે ગૌશાળામાં મોકલી નંદીઘર બંધ કરાયા બાદ મનપાએ ફરીથી નંદીઘરને ચાલુ કર્યું છે.

મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા નંદીઘરને ફરીથી તાજેતરમાં શરૂ કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાંથી અંદાજે ૧૫૦ ખૂંટને પકડીને નંદીઘરમાં મૂકવામાં આવ્યા છે. જેમાં રખડતા પશુની સાચવણી અને જાળવણી કરવામાં આવી રહી છે મોરબી મહાનગરપાલિકા ANCD શાખા દ્વારા માર્ચ ૨૦૨૫થી ફેબ્રુઆરી સુધીમાં અંદાજે ૨૬૦૦ જેટલા પશુ પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત અંદાજે ૨૧૦ જેવા પશુ માલિકોને લાઈસન્સ અને ૩૧ જેટલા ઘાસ વેચાણ માટેનો પરમિટ આપી ૩૩ પેટ ડોગ ના રજીસ્ટ્રેશન કર્યા છે. પશુ માલિકોને પશુ રજીસ્ટ્રેસન કરવા તથા પેટડોગ માલિકને પોતાના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવા માટે તાકીદ કરી છે.