Sunday - May 03, 2026

મોરબીમાં નિયમોના ભંગ બદલ રૂ.54 હજારથી વધુનો દંડ ફટકારતું મનપા

મોરબીમાં નિયમોના ભંગ બદલ રૂ.54 હજારથી વધુનો દંડ ફટકારતું મનપા

મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ મોરબી શહેરમાં ગત તારીખ 18 થી તારીખ 25 દરમિયાન વિવિધ નિયમોના ભંગ બદલ રૂ. 54,000થી વધુ રકમના દંડ વસુલાતની કામગીરી કરી હતી. જેમાં  પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ કુલ 53 આસામીઓ પાસેથી રૂ.32,000નો દંડ વસુલ કરવામાં આવેલ તથા જાહેર સ્થળો પર ગંદકી કરતા 68 આસામીઓ પાસેથી રૂ.18,100નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ઓપન યુરીનેશન બદલ 11 આસામીઓ પાસેથી રૂ.1250 તેમજ જાહેરમાં કચરો સળગાવતા 10 આસામીઓ પાસેથી રૂ.3500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમ સીટી મેનેજર, એસ.ડબલ્યુ.એમ., મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.