Wednesday - Apr 29, 2026

મોરબીમાં મનપાએ 4 માસમાં 152 પશુઓનું RFID અને ટેગીંગ કર્યાનો દાવો

મોરબીમાં મનપાએ 4 માસમાં 152 પશુઓનું RFID અને ટેગીંગ કર્યાનો દાવો

મોરબી : મોરબીમાં લાંબા સમયથી રઝળતા ઢોરના ત્રાસનો સળગતો પ્રશ્ન છે. ઢોરના ત્રાસથી એકપણ વિસ્તાર બાકાત નથી. અવારનવાર આખલા યુદ્ધના દ્રશ્યો સામાન્ય બની ગયાની વચ્ચે મોરબી મહાનગરપાલિકા દ્વારા 175 પશુ માલીકોના 1150 પશુનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા મે 2025થી 09 સપ્ટેમ્બર 2025 સુધી 175 પશુ માલીકોના 1150 પશુનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. અને 152 પશુઓનું RFID અને ટેગીંગ કરવામાં આવ્યું છે. RFID અને ટેગીંગ કરવાનું બાકી રહેતા પશુમાલિકોને પોતાના પશુનું RFID અને ટેગીંગ કરવા મહાપાલિકાએ તાકીદ કરી છે. મોરબી મહાનગરપાલિકાના હદમાં આવતા પશુ માલિકોને પોતાનું પશુનું રજીસ્ટ્રેશન બાકી હોય તો પ્રાણી રંજાડ અંકુશ શાખાનો સંપર્ક કરી પોતાના પશુનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમ ડેપ્યુટી કમિશનરે જણાવાયું છે.