Friday - Jul 24, 2026

મોરબી જિલ્લામાં એકમાત્ર હળવદમાં મધરાત્રે વધુ સવા ઈંચ મેઘકૃપા વરસી

મોરબી જિલ્લામાં એકમાત્ર હળવદમાં મધરાત્રે વધુ સવા ઈંચ મેઘકૃપા વરસી

ગઈકાલે સવાર બાદ હળવદને બાદ કરતાં એકપણ તાલુકામાં આજે સવારે સુધી વરસાદ નહિવત

મોરબી :  મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાએ મેઘકૃપા વરસાવી હતી..જો કે ગઈકાલે મોરબી શહેરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ પડ્યા બાદ ગઈકાલે સવારથી આજ સવાર સુધીમાં મોરબી જિલ્લામાં એકમાત્ર હળવદ તાલુકામાં મધરાત્રે સચરાચર મેઘકૃપા વરસી હતી. જેમાં મોરબી જીલ્લા કન્ટ્રોલ રૂમ દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા અનુસાર હળવદ તાલુકામાં મોડી રાત્રે મેઘરાજાએ પધરામણી કરી હતી. હળવદમાં રાત્રે 12:00 થી 2:00 વાગ્યા દરમિયાન 29 mm અને રાત્રે 2:00 થી 4:00 વાગ્યા દરમિયાન 2 mm મળીને કુલ 31 mm (લગભગ સવા ઈંચ) વરસાદ નોંધાયો છે. બીજી તરફ જિલ્લાના અન્ય કોઈ તાલુકામાં ગઈકાલે સાંજથી આજે સવાર સુધી નોંધનીય વરસાદ પડ્યો નથી.

સિઝનનો કુલ વરસાદ

● હળવદ: 111 mm
● મોરબી: 131 mm
● માળિયા: 122 mm
● ટંકારા: 76 mm
● વાંકાનેર: 73 mm