Saturday - Jun 27, 2026

મોરબીનજીક ટ્રકની હડફેટે બે કારમાં નુકશાનીની ફરિયાદ

મોરબીનજીક ટ્રકની હડફેટે બે કારમાં નુકશાનીની ફરિયાદ

મોરબી : મોરબી શહેરના કંડલા બાયપાસ ઉપર નવલખી ફાટક ઓવરબ્રિજ પાસે નેક્ષસ સિનેમા સામે જીજે - 12 - સીવી - 4099 નંબરના કન્ટેનર ટ્રકના ચાલકે જીજે - 03 - આઇસી - 3333 નંબરની ઇનોવા કારને પાછળથી ટક્કર મારતા ઇનોવા કાર આગળ ઉભેલી ઇકો સાથે અથડાઈ હતી જેના કારણે ઇનોવા અને ઇકો કારમાં નુકશાન પહોંચતા માળીયાના મોટા દહીંસરા ગામના રહેવાસી ઇનોવા કારના માલિક મનીશભાઈ અનિલભાઈ કાંજીયાએ ટ્રક ચાલક બીનેશ્રીકુનાર હુલાસસિંહ રહે.બિહાર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.