મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે વાવડી રોડ ઉપર આવેલ મીરાપાર્કમાં વિદેશી દારૂના કટિંગ સમયે જ દરોડો પાડી વિદેશી દારૂ સપ્લાય કરવા આવેલ શખ્સ સહિત ત્રણ શખ્સોને બોલેરો, બ્રેઝા સહિત 10.24 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ ચાવડા અને કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે વાવડી રોડ ઉપર આવેલ મીરાપાર્કમાં દરોડો પાડતા જીજે - 03 - ઇઆર - 4347 નંબરની બોલેરો અને જીજે - 38 - બી - 3707 નંબરની બ્રેઝા કારમાંથી દારૂની આપ - લે કરવામાં આવી રહી હતી જેને પગલે પોલીસે બનાવ સ્થળેથી રૂ.1,24,800ની કિંમતની વિદેશી દારૂની 96 બોટલ કબ્જે કરી આરોપી કિશનસિંહ ઉદેસિંહ સીસોદીયા રહે.વાવડી રોડ મોરબી, મૂળ રહે.રાજસ્થાન, પ્રતિપાલસિંહ મહેશસિંહ રાણા રહે.વાવડી રોડ અને આરોપી રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ રહે.સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈ નવ લાખના બન્ને વાહનો સહિત રૂ.10,24,800નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.