મોરબી જિલ્લામાં બે જગ્યાએ મોટી વિદેશી દારૂની રેડ કરવામાં આવી હતી. જેમાં માટેલ નજીક દારૂની દુકાન અને હળવદ મોરબી રોડ ઉપર માટીના ઢગલમાં છુપાયેલો દારૂ ઝડપાયો હતો. તેમજ આ વિદેશી દારૂના દોરડામાં 13 લાખથી વધુનો મુદામાલ ઝડપાયો છે.
માળીયા-હળવદ રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોટલની પાસે આવેલ ગોપાલ નમકીનના ગોડાઉનની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં એક ટ્રક .નં. RJ-27-GC-6977માં માટીની આડમાં ઇંગ્લીસ દારૂનો જથ્થો એ જગ્યાએ ટ્રક પડેલો હોવાની બાતમી મળતા એ સ્થળે મોરબી એલસીબીએ ત્યાં રેડ કરી હતી. આ રેડમાં પોલીસે તે જગ્યાએથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૨૪ કિ.રૂ.૧,૩૦,૨૦૦ તથા બીયરના ટીન કુલ-૫૦૪ કિ.રૂ.૫૦,૪૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૨,૮૫,૬૦૦ ના મુદામાલ સાથે એક આરોપીને મેહુલભાઇ ઉર્ફે મેરો કાળુભાઇ કણઝારીયા ઉ.વ.૨૩ રહે.હળવદને ઝડપી અન્ય ત્રણ આરોપીને ફરાર દર્શાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં આરોપી હીતેષભાઇ ખીમજીભાઇ ચાવડાએ માટેલ ગામની સીમ માટેલથી લાકડધાર જતા રસ્તે કયુરો વીટ્રીફાઇડ સીરામીક પાછળ આવેલ વાડીમાં સેઢે આવેલ પોતાના કબજા ભોગવટાવાળી દુકાનમાં ઇંગ્લીશ દારૂ બીયરનો જથ્થો ઉતારેલ છે. અને તે હાલે આ ઇંગ્લીશ દારૂ-બીયરનો જથ્થો સગેવગે કરવાની પેરવી કરે છે. તેવી ચોકકસ હકિકત મળતા પોલીસ સ્ટાફે ત્યાં ત્રાટકીને આ દુકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૬૪ તથા બીયર ટીન-૧૨૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૧.૫૬,૨૦૦ ના મુદામાલ સાથે એક આરોપીને પકડી લઈ ફરાર રહેલા ગોપાલભાઇ ગીંગોરાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.