Saturday - May 02, 2026

મોરબી : ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથે સીન સપાટા કરનાર શખ્સ ઝડપાયો

મોરબી : ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથે સીન સપાટા કરનાર શખ્સ ઝડપાયો

મોરબી : સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ) પર પરવાનાવાળા સિંગલ બેરલ મઝલ લોડ હથિયાર સાથેના ફોટા અને વીડિયો અપલોડ કરીને સમાજમાં ભય ઊભો કરવા બદલ મોરબી SOG દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.

મોરબી SOG દ્વારા બાતમીના આધારે, ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. deshi_boy_baval વાળાનું નામ-સરનામું મેળવવામાં આવ્યું હતું. જેમાં હથિયાર સાથે વીડિયો ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે આરોપી બાવલભાઈ વીઠ્ઠલભાઈ દેત્રોજા (ઉવ. ૨૨, રહે. ભલગામડા, તા. હળવદ)ને પલાસણ ચોકડી નજીકથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે આશરે બે વર્ષ પહેલાં તેણે તેના સંબંધી છેલાભાઈ મનજીભાઈ ઉઘરેજા (ઉવ. ૫૭, રહે. ભલગામડા)ના લાયસન્સવાળા હથિયાર સાથે પોતાની વાડીએ ફોટો પાડીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. જેથી બંને આરોપીઓ – ફોટો પોસ્ટ કરનાર અને હથિયારના પરવાનેદાર – વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. તેમજ એક સિંગલ બેરલ મઝલ લોડ હથિયાર (કિં. રૂ. ૧૦,૦૦૦) અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

મોરબી : ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથે સીન સપાટા કરનાર શખ્સ ઝડપાયો