Wednesday - Nov 05, 2025

મોરબીમાં છત પર નિદ્રાધીન મજૂરોના મોબાઈલની ચોરી કરનાર બેલડી ઝડપાઇ

મોરબીમાં છત પર નિદ્રાધીન મજૂરોના મોબાઈલની ચોરી કરનાર બેલડી ઝડપાઇ

મોરબી : મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં લેમીનેટ કારખાનાની છત ઉપર સુતેલા ત્રણ શ્રમિકોના અંદાજે 48 હજારની કિંમતના ચાર મોબાઇલની ચોરી થઈ જતા ઇ એફઆઈઆર નોંધાયા બાદ મોરબી તાલુકા પોલીસે મોબાઈલ ચોરી કરી જનાર બે તસ્કરોને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ મોબાઈલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં આવેલ નેલ્સન લેમીનેટ કારખાનામાં કામ કરતા મૂળ થરાદના વતની ઉત્તમભાઈ ગણાજીભાઈ પરમાર, હાજાભાઈ ચૌધરી અને ભરતભાઈ ચૌધરી ગત તા.11ના રોજ રાત્રીના કારખાનામાં લેબર કવાટર્સની છત ઉપર સુતા હતા ત્યારે તસ્કરો ત્રણેય શ્રમિકના 48 હજારની કિંમતના ચાર મોબાઈલ ચોરી કરી લઈ જતા શ્રમિકોએ ઇ - એફઆઈઆર નોંધાવી હતી. જેને પગલે મોરબી તાલુકા પોલીસે ટેક્નિકલ એનાલિસિસ બાદ મોબાઈલ ચોરીના આ કિસ્સામાં આરોપી ભુપત મોહનભાઇ ચૌહાણ રહે.હાલ જેતપર મૂળ રહે.સાપકડા તા.હળવદ તેમજ આરોપી વિકાસ અનિલભાઈ લોરીયા રહે.વીસીપરા મૂળ રહે.કોટડા નાયાણી વાળાઓને ચારેય મોબાઈલ સાથે ઝડપી લઈ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.