Monday - May 04, 2026

મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે.

મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે શ્રી ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે.

મોરબી : મોરબી સિંધી સમાજ દ્વારા તા. ૨૦ માર્ચ, ચૈત્ર સુદ ૨ અને શુક્રવારના શુભ દિવસે ૧૦૭૬મો શ્રી ઝૂલેલાલ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. આ અવસરે સમસ્ત સિંધી સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમ અનુસાર સવારે ૭:૩૦ કલાકે ધ્વજારોહણથી ઉજવણીનો પ્રારંભ થશે. ત્યારબાદ સવારે ૯:૦૦ કલાકે પૂજા વિધિ અને સવારે ૧૧:૦૦ કલાકે આરતી યોજાશે. બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
સાંજે ૪:૩૦ કલાકે સ્ટેશન રોડ સ્થિત સિંધુ ભવન ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને રાત્રે ૮:૩૦ કલાકે નહેરૂ ગેટ ચોક ખાતે મહા આરતી સાથે પૂર્ણ થશે.

આ મહોત્સવમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લે તેવી અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી છે.