Monday - Apr 27, 2026

મોરબીના યુવાનનું ત્રણ વ્યાજખોરોએ અપહરણ કરી માર માર્યાની ફરિયાદ

મોરબીના યુવાનનું ત્રણ વ્યાજખોરોએ અપહરણ કરી માર માર્યાની ફરિયાદ

મોરબીના લખધીરપુર ગામ નજીક ત્રણ વ્યાજખોરો એ યુવાનનું અપહરણ કરીને માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.

મોરબીના રાજપર ગામે રહેતા હરેશભાઈ ગોરધનભાઈ વડગાસીયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે હરેશભાઈ એ આરોપી રવિ સવજીભાઈ મારવાણીયા પાસેથી ૨૦ લાખ રૂપિયા ૩૦ % ના વ્યાજે લીધેલ હોય અને ૩૨ લાખ ચૂકવી આપેલ હોવા છતાં વધુ રૂપિયા ચુકવવા અવારનવાર ફોન તેમજ રૂબરૂ આવી હરેશભાઈને ધાક ધમકી આપી આરોપી વિશાલભાઈ વિનોદભાઈ પારેજીયા પાસેથી કટકે કટકે ૨૦ લાખ રૂપિયા ૧૫ % તથા ૩૦ % વ્યાજે લીધેલ હોય અને ૨૭ લાખ ચૂકવી આપેલ હોય તેમ છતાં આરોપી વિશાલભાઈના સાઢુભાઈ આરોપી કેલ્વીનભાઈ પટેલ થતા હોય જેના મારફતે અવારનવાર વ્યાજે આપેલ રૂપિયાની ઉધરાણી કરી હરેશભાઈને રૂબરૂ તેમજ ફોન ઉપર ધાક ધમકી આપી આરોપી રવિ તથા કેલ્વીન એ હરેશભાઈને બોલાવી બળજબરીથી સ્વીફ્ટ કારમાં અપહરણ કરી લઇ જઈ શરીરે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે