Saturday - Jun 27, 2026

મોરબીની વીસી ફાટક બંધ ન થઈ શકતા ટ્રેન અટકાવવી પડી

મોરબીની વીસી ફાટક બંધ ન થઈ શકતા ટ્રેન અટકાવવી પડી

મોરબી : મોરબીની વીસી ફાટકે ટ્રાફિક જામ થતા ફાટક જ બંધ ન થઈ શકવાને કારણે ડેમુ ટ્રેનને થોભાવી પડી હતી. બાદમાં ટ્રાફિક હળવો થયા બાદ ફાટક બંધ થતાં ટ્રેનને ત્યાંથી રવાના કરી હતી.

મોરબીમાં વીસી ફાટકે સાંજે એક માલગાડી નીકળી હોય, જેના માટે 15થી 20 મિનિટ સુધી ફાટક બંધ રહી હતી. જેના લીધે ટ્રાફિક સર્જયો હતો. માલગાડી પસાર થયા બાદ ફાટક ખુલી ત્યારબાદ ફાટક બંધ શકી ન હતી. જેથી વાંકાનેરથી મોરબી સાંજે 7:20 એ આવતી ડેમુ ટ્રેનને શંકર આશ્રમ પાસે થોભાવી પડી હતી.
આ મામલે રેલવે મેનેજર ધર્મેન્દ્ર કુમારે જણાવ્યું કે વીસી ફાટકે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને કારણે ફાટક બંધ થઈ શકી ન હતી. પરિણામે ટ્રેનને શંકર આશ્રમ પાસે થોભાવી દેવામાં આવી હતી. ટ્રાફિક હળવો થયા બાદ ફાટક બંધ કરી ડેમુ ટ્રેનને રવાના કરી દેવામાં આવી હતી.