Saturday - May 16, 2026

મોરબીની વાવડી ચોકડીએ અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ

મોરબીની વાવડી ચોકડીએ અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ

મોરબી : મોરબીની વાવડી ચોકડી નજીક ગત તા.9ના રોજ એક અજાણ્યા બોલેરો ચાલકે જીજે - 36 - એડી - 4518 નંબરનું એક્ટિવા લઈને જઈ રહેલા અંબાદાન જીબા નામના વૃદ્ધને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા વૃદ્ધનું મૃત્યુ નિપજતા અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા બોલેરો ચાલક વિરુદ્ધ મૃતકના પુત્ર જયદાન અંબાદાન જીબા રહે.હવેલી શેરી, ગ્રીનચોક, મોરબી વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.