Monday - Jul 06, 2026

મોરબીના ત્રાજપરમાથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબીના ત્રાજપરમાથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબીમાં પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં ત્રાજપર વિસ્તારમાંથી અલગ અલગ બ્રાન્ડની 28 બોટલ કબજે કરી હતી. જો કે, દરોડા દરમિયાન એક આરોપી પકડાઈ ગયો હતો જ્યારે બીજો ફરાર થઇ ગયો હતો.

પ્રથમ દરોડામાં પોલીસે ત્રાજપર ખારી વિસ્તારમાં રામકુવા પાસે આરોપી નિલેશ ભરતભાઇ ડાભીના રહેણાંકમાં દરોડો પાડતા વિદેશી દારૂની અલગ અલગ માપની 27 બોટલ કિંમત રૂપિયા 9369 મળી આવી હતી. જો કે, આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. જ્યારે બીજા દરોડામાં ત્રાજપર ચોકડી પાસેથી પોલીસે આરોપી નરેન્દ્ર ભગવાનસિંગ કુરમી રહે.પેડક સોસાયટી વાંકાનેર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 562 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.