Sunday - Jul 05, 2026

આજે શિક્ષક દિવસે શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક મેળવતું મોરબીનું શિક્ષક દંપતિ.

આજે શિક્ષક દિવસે શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક મેળવતું મોરબીનું શિક્ષક દંપતિ.

મોરબી:–મોરબી જિલ્લામાં આજે 5 સપ્ટેમ્બરના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતી નિમિત્તે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા નવયુગ સંકુલ ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં મોરબી તાલુકામાંથી પ્રજ્ઞેશકુમાર ગણેશભાઈ આદ્રોજા શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળાના (ગણિત વિજ્ઞાન શિક્ષક) અને સજોડે તેમના પત્ની સુમિત્રાબેન કાંતિલાલ દેત્રોજા 

આજે શિક્ષક દિવસે શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક મેળવતું મોરબીનું શિક્ષક દંપતિ.

શ્રી ગોકુલ નગર પ્રાથમિક શાળા (ગણિત વિજ્ઞાન શિક્ષકાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના હસ્તે પ્રાપ્ત થયો હતો. મોરબી તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ એવોર્ડ આ દંપતિને મળવા બદલ શાળા પરિવાર અને સગા સંબંધીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.