મોરબી અને ઉપરવાસમાં જન્માષ્ટમીના તહેવારો ઉપર સતત પાંચ દિવસથી એકધારો ભારે વરસાદથી મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થઈને છલકાતા આ ડેમના 30 પાટિયા ખોલી અઢી લાખ ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડાતા મોરબીના મધ્યે આવેલો મયુર બ્રિજ નીચેના બેઠા પુલ ઉપરથI પાણી ભયજનક સપાટી ઉપરથી વહેલા આ બેઠો પુલ બંધ કરવાંની ફરજ પડી હતી. દરમિયાન ગઈકાલથી વરસાદનું જોર ઘટતા અને આજે એકદમ મેઘવીરામ રહેતા મચ્છુ નદીમાં પાણી ઓસરવા લગતા પાણીમાં બુરાયેલો બેઠો પુલ દેખાયો હતો અને બેઠા પુલ ઉપરથી પાણી નીકળી જતા વાહન વ્યવહાર આજે પાંચ દિવસ પછી ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. બેઠો પુલ આજથી ફરીથી ધમધમવા લાગ્યો છે. જો કે હજુ સલામતી માટે રાત્રીના સમયે આ બેઠો પુલ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.