Sunday - Jul 05, 2026

મોરબીની રવાપર ચોકડીએ નવા વિજપોલમાં તંત્રને હાઈમાસ્ક લાઈટ નાખવાનું મુહૂર્ત ન મળ્યું !

મોરબીની રવાપર ચોકડીએ નવા વિજપોલમાં તંત્રને હાઈમાસ્ક લાઈટ નાખવાનું મુહૂર્ત ન મળ્યું !

મોરબીમાં એકતરફ વિજ બચતની ગુલબાંગો વચ્ચે ધોળા દિવસે પણ ઘણા વિસ્તારોમાં લાઈટો ચાલુ રહે છે. તો બીજીતરફ અનેક વિસ્તારોમાં લાઈટો બંધ છે. જ્યારે મોરબીની રવાપર ચોકડીએ પબ્લીક પ્લેસ હોવાથી હાઈમાસ્ક લાઈટનો મોટો વિજપોલ નાખવામાં આવ્યો છે.આ વિજપોલ ત્રણ મહિના પહેલા સંપૂર્ણપણે ઉભો થઇ ગયો છે. પણ હજુ સુધી મનપા તંત્રને આ વિજપોલમાં હાઈમાસ્ક લાઈટ નાખવાનું શુભ ચોઘડિયું મળ્યું ન હોય તેમ લાઈટો વગર આ મહાકાય વિજપોલ હાડપિંજર જેવો લાગે છે. હાલ ઉનાળામાં દિવસે કાળઝાળ ગરમી હોવાથી રાત્રે અહીં મોટાભાગના લોકો ફરવા નીકળે છે અને ઘણા લોકો અહીં બેસીને નિરાંતની પળો માણે છે.પણ હાઇમાસ્ક લાઈટ નાખી ન હોવાથી અંધારપટ્ટને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેથી મનપા તંત્ર તાકીદે રવાપર ચોકડીએ વિજપોલમાં હાઇમાસ્ક લાઈટ નાખે તેવી માંગ ઉઠી છે.