Sunday - Apr 19, 2026

મોરબીના પાટીદાર નવરાત્રી દ્વારા ત્રણ દિવસમાં સાત શહીદ પરિવારીનો એક એક લાખનો ચેક અર્પણ કર્યો

મોરબીના પાટીદાર નવરાત્રી દ્વારા ત્રણ દિવસમાં સાત શહીદ પરિવારીનો એક એક લાખનો ચેક અર્પણ કર્યો

 મોરબીમાં પાટીદાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરી આ પાટીદાર નવરાત્રીમાં એકત્ર થતો ફાળો શહીદ પરિવારોને અર્પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આથીમોરબીના પાટીદાર નવરાત્રીમાં અજય લોરીયા દ્વારા ત્રણ દિવસમાં સાત શહીદ પરિવારીનો એક એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યા છે.


સેવા એજ સંપત્તિ' ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રીમાં નવે - નવ દિવસ શહીદ પરિવારોને બોલાવી તેમને એક - એક લાખનો ચેક અર્પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં  ત્રણ નોરતા માં  અજય લોરીયા અને મહેમાનોના હસ્તે (1) વિજયકુમાર (2) ચંદ્રશેખર -તેલંગાણા (3)જીતેન્દ્રકુમાર-શિહોર(મ.પ્રદેશ) (4) પ્રમોદકુમાર -આરા,બિહાર (5) સંજય બિષ્ટ-નૈનિતાલ,ઉત્તરાખંડ (6)શુભમ ગુપ્તા-આગ્રા,યુ.પી 
(7) અબ્દુલ માજિદ-જમ્મુ કશ્મીર શહીદ જવાનોના પરિવારોને સન્માન કરીને  1-1 લાખ ની આર્થિક સહાય કરીને માં ભારતીનું ઋણ ચૂકવ્યાનુ અજય લોરીયાએ જણાવ્યું હતું.