Sunday - May 10, 2026

મોરબીની પંચાસર ચોકડી ટ્રાફિકજામને કારણે વાહનોની હારમાળા સર્જાઈ

મોરબીની પંચાસર ચોકડી ટ્રાફિકજામને કારણે વાહનોની હારમાળા સર્જાઈ

મોરબીની પંચાસર ચોકડીએ કાયમ ટ્રાફિકજામનો પ્રશ્ન વાહન ચાલકોને સતાવી રહ્યો છે. અહીંયા ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારે પણ પંચાસર ચોકડીએ ટ્રાફિકજામ સર્જાયો હતો.જેથી વાહનોની બન્ને બાજુએ કતારો લાગી હતી. મોટી સંખ્યા વાહનો ટ્રાફિકજામમાં ફસાયા હતા અને વાહન ચાલકો ખાસ્સો સમય સુધી ટ્રાફિકજામમાં અટવાતા ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી.