મોરબીમાં સમસ્ત ચુવાળીયા કોળી સમાજ દ્વારા આજે સંત વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બગી ઉપર સંત વેલનાથ બાપુના આકર્ષક ફ્લોટ ગોઠવવામાં આવ્યા હતા. આ શોભાયાત્રા મોરબીના જડેશ્વર મંદિરેથી પ્રસ્થાન થઈ હતી અને મુખ્યમાર્ગો પર પસાર થઈને સામાંકાઠે પહોંચી હતી. જ્યાં મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.