મોરબીમાં તું રહે ના રહે પર તેરી કીર્તિ અમર રહેગી એ ઉક્તિને ખરા અર્થમાં સાર્થક કરનાર ગભાજી તરીકે ઓળખાતા અને એકદમ નરસિંહ મહેતાની જેમ ભગત જેવું જીવન જીવી દિન દુઃખયાને ઈશ્વર માની એની મદદ અને સેવા માટે અડધી રાત્રે પણ સાયકલ લઈને એમની મદદે પહોંચી જતા તેમજ લોહી અને સર્ગભાઓને શિરો ખડવાડી દર્દી નારાયણની સારવારનો પણ ખર્ચ ઉઠાવીને અનેકવિધ સેવા પ્રવૃત્તિઓને કારણે એક નહિ પણ બબ્બે લગ્નજીવનની આહુતિ આપતા પણ જરાય ખચકાયા ન હતા. આજે એ ગભાજી આ દુનિયામાં રહ્યા નથી. પણ મોરબીના ભલભલા મોટા માણસો અને તેમજ ખુદ ધારાસભ્ય બનતી આર્થિક મદદ કરતા અને એક શ્રીમંત ગૃહસ્થએ ગભાજીને અન્યોની સેવા માટે પોતાની તિજોરી ખુલ્લી મૂકી દીધી હતી.
મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા દુર્ગાશંકર લાભશંકર મહેતા ઉર્ફે ગભાજીનો જન્મ ખરેખર દિન દુઃખયા કે ગરીબ દર્દી નારાયણ સહિતના સેવા માટે જ થયો હોય એમ તેઓ નાનપણથી જ સેવામા લાગી ગયા હતા. જો કે એમના માવતર કે ભાઈ બહેનોએ કદી જ એમને સેવા માટે રોક્યા ન હતા. તેમની સેવાપ્રવૃત્તિ અંગે વેપારી નયનભાઈ કાથરાણી કહે છે કે હું નાનપણથી એમની સેવભાવનાથી પ્રેરિત થયેલો, એમના ઘરમાં અનાજ દલવાની ઘંટી હતી. પણ તેઓ ક્યારેય પણ એનો પોતાની આજીવિકા માટે ઉપયોગ કરતા નહિ. બલ્કે શહેરમાં જ્યાં જ્યાં અન્નક્ષેત્રો ચાલતા અને કોઈ સેવાભાવી અમુક લોકોને વિનામૂલ્યે જમાડતા હોય તેમજ કેટલીક મહિલાઓ ગાયો માટે રોટલા રોટલી બનાવીને ખવડાવતા હોય તો એ બધાના મોટી સંખ્યામાં અનાજના જથ્થાને પોતાની ઘંટીમાં નિયમિત રીતે એકપણ પૈસો લીધા વગર દળી આપતા અને 100 કિલો સુધીનું અનાજ વિનામૂલ્યે દળી આપતા એ મૂળ સેવાનો જ જીવ હતા. સેવા કરીને એમને પરમ આનંદની અનુભૂતિ કરતા અને રાત્રે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા એનો પગાર આવે એમાંથી ઘંટી દળવાનું વીજ બિલ ભરતા. જો કે,યુવાન વયે તેઓએ એક નહિ બે લગ્નો કર્યા હતા. એકવાર એવું થયું કે, તેમની પત્નીના પિયરમાં કોઈ પ્રસંગ હતો. તેમાં તૈયાર થઈને દંપતી હાજરી આપવા ઘરની બહાર નીકળ્યા ત્યારે કોઈએ એમને સિવિલ હોસ્પિટલમાં દાખલ એક દર્દીને લોહીની તાત્કાલિક જરૂરિયાત હોવાનું કહેતા ગભાજી તરત જ એને લોહી આપવા તૈયાર થઈ ગયા પણ એમની પત્ની એટલી નારાજ થઈ કે એમને છોડીને પિયરે જતી રહી પણ ગભાજી એમને મનાવવા કે પિયરે પ્રસંગમાં ગયા જ નહીં ઉલટાના સિવિલમાં દાખલ દર્દીને લોહી આપી તેનો જીવ બચાવ્યો હતો. આવી જ સેવા પ્રવૃત્તિને કારણે બીજુ લગ્ન જીવન પણ જાજુ ટક્યું નહિ.
એક ઉધોગપતિ સેવા માટે બધી જ આર્થિક મદદ કરતા
એક શ્રીમંત ગૃહસ્થ ખોડિયાર મઢુંલીવાળા ઘોઘુભાઈને આશરે 15-20 વર્ષ પહેલા ગભાજીની સેવાપ્રવૃત્તિથી પ્રભાવિત થઈ તેમને જ્યારે પણ દિન દુઃખયાની સેવા કરવા માટે જેટલા પૈસા જોઈ એટલા પૈસા આપી દેતા. તેમજ ગભાજી તેમના ઘરે જ એક ટાઈમ જમતા જો કે સેવા પ્રવૃત્તિને કારણે તેમને અવવામાં મોડું થાય તો ત્યાં સુધી રાહ જોતા એમના આવ્યા પછી જ ઘોઘુભાઈ એમની સાથે જમતા.
સિવિલ હોસ્પિટલમાં અડધી રાત્રે કોઈ સ્ત્રીને ડિલિવરી થતી તો તેની મદદે દોડી જતા
ગભાજી વર્ષોથી રોજ સિવિલ હોસ્પિટલમાં દર્દી નારાયણની સેવા કરતા જે માટે આખો દિવસ ત્રણ વખત સાયકલ લઈને સિવિલમાં આટો મારતા. જેમાં સવારે તેઓ સિવિલ હોસ્પિટલમાં દરેક દર્દીના ખાટલે ખાટલે ફરી બિસ્કિટ, સેવ મમરા સહિતની પોષ્ટિક આહાર આપતા તેમજ સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતા માટે અલગ વિભાગ હોય એમાં પ્રસુતિ માટે ગરીબ વર્ગની મહિલાઓ જ આવતી ત્યારે અડધી રાત્રે કોઈને ડીલવેરી આવી હોય તેની એની મદદ માટે અડધી રાત્રે દોડી જતા અને સિવિલમાં દાખલ દરેક પ્રસૂતાને ત્રણ દિવસ સુધી લગાતાર શિરો ખવડાવતા. જો કે ગભાજી દરેક દર્દીની પૂછપરછ કરે અને કોઈ દર્દી ગરીબ હોય એને ડોક્ટરે લખેલી બહારની દવા માટે પૈસા ન હોય તો એ ખુદ જઈને પોતાના પૈસાથી દવાઓ લઈ આપતા. ગર્ભ શ્રમિત ઘોઘુભાઈ એટલે પ્રવીણભાઈ ધીરજલાલ કારીયાએ એક મેડિકલમાં ગભાજી જે દવા લેવા આવે તેની એકપણ પૈસો ન લેવાની સૂચના આપી હતી. આમ આ ઘોઘુભા તેમનું બધું જ આર્થિક ફંડ ઉપાડી લેતા.
40થી વધુ બિનવારસી લાશની અંતિમવિધિ અને 65 વખત રક્તદાન કર્યું
ગભાજીની સેવપ્રવૃત્તિનો વિશાળ ફ્લક હતો. જેમાં ઘણી વખત કોઈ નાના માણસને ઘરનું ગુજરાન ચલાવવા અને કરીયાણુ લેવાના પૈસા ન હોય તો તેઓ તેમને કરીયાણુ લઈ આપતા.આવા તો ઘણા બધા માણસોને તેઓએ બધી જ રીતે મદદ કરેલી અને પોલીસ સ્ટેશનેથી બિનવારસી લાશની અંતિમવિધિ કરવાનો ફોન આવતા તેઓ તરતજ દોડી જતા અને આશરે 40થી વધુ હિન્દૂ મુસ્લિમ ડેડબોડીની અંતિમવિધિ કરી હતી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં તેઓએ 65 વખત રક્તદાન કર્યું હતું આ ઉપરાંત તેમની પાસે 500 જેટલા રક્તદાતાઓની મોટી યાદી હોય એમને ફોન કરીને રક્તદાન કરાવી દર્દીઓનો જીવ બચાવતા.ઘણી વખત કોઈ રક્તદાતા પાસે વાહન કે કોઈ અન્ય સુવિધા ન હોય તો એમને ત્યાંથી લાવી પછી હોસ્પિટલ કે લેબોરેટરીમાં પહોંચાડી રક્તદાન બાદ ઘરે પણ મૂકી આવતા.
ગભાજીનો જીવન દીપ બુઝાતા આખી વિસ્તાર રડી પડી
ગભાજી છેલ્લી ઘડી સુધી સેવાપ્રવૃત્તિ કરતા હોય ત્યારે એ શેરીના લોકો પૂછે કે તમને આનાથી શુ ફાયદો થાય છે ? તો ગભાજી કહેતા એ મારો રામ અને મારો અંતર આત્મા જ જાણે છે. દરમિયાન 2010ની આસપાસ તેમને લીવરમાં કેન્સર થયું, એ સમયે નયનભાઈ કાથરાણી રાજકોટ હોસ્પિટલમાં લઈ જતા આ નિદાન થયું હતું. પછી થોડાં જ મહિનામાં એમનું અવસાન થયું હતું. જો કે ગભાજીના ભાઈ, માવતર અગાઉ મૃત્યુ પામ્યા હોય અને બહેનો પણ બીજી જગ્યાએ લગ્ન કરીને ઠરીઠામ થતા અને તેમના બે લગ્નજીવન ટૂંકા ગાળામાં જ પુરા થઈ ગયા હોય સંતાનો ન હોય પરિવાર કે સગા સંબંધીઓ વગર એમની સ્મશાનયાત્રામાં ખુદ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારે તેમના મોતથી મહેન્દ્રરપરા વિસ્તારમાં સન્નાટો સાથે આ વિસ્તાર આખો રડી પડ્યો હતો અને આ વિસ્તારે જ તેમની અંતિમવિધિ તેમજ અસ્થઓનું વિસર્જન તેમજ સંતવાણી કરતા ઘોર રૂપી થયેલી બધી આવક સ્મશાનને અર્પણ કરી હતી.