Wednesday - May 06, 2026

મોરબીના નહેરુ ગેઇટ અંદરના પ્રજાના પૈસે બનાવેલા શૌચાલયનો ખર્ચો માથે પડ્યો

મોરબીના નહેરુ ગેઇટ અંદરના પ્રજાના પૈસે બનાવેલા શૌચાલયનો ખર્ચો માથે પડ્યો

મોરબી નગરપાલિકા તંત્રના પાપે મોરબીના નહેરુ ગેઇટ અંદરના પ્રજાના પૈસે બનાવેલા શૌચાલયનો ખર્ચો માથે પડ્યો છે. આ શોચાલયમાં મોટર ઉપડી ગઈ અને નળ નીકળી ગયા છે. અવારા તત્વોએ તોડફોડ કરી ગંદકીનું ધામ બનાવ્યું છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુ દવે, ચિરાગ સેતા, જગદીશ બાંભણીયા મુસભાઈ બ્લોચ સહિતનાએ કલેક્ટર અને ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે, મોરબીના નહેરુ ગેઇટ ચોક અંદર આશરે દોઢથી બે લાખના ખર્ચે સુંદર શૌચાલય બનાવ્યું હતું પરંતુ આ શૌચાલયમાં જવા કોઈ રાજી નથી. તે હદે શૌચાલયમાં ગંદકીના થર જમ્યા છે. શૌચાલયનું બારણું એકદમ નાનું છે. મોટર ઉપડી ગઈ છે અને અંદર નળ ઉખડી ગયા છે. કોઈ આવારા તત્વોએ ભારે તોડફોડ કરી છે. આ શોચાલયમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીની ભરમાર અને દારૂની ખાલી કોથળીઓ જોવા મળે છે. શૌચાલયની બદસુરત હાલત જોતા  શોચાલય બનાવવામાં પૈસાના પૈસાનો ધુમાડો થયો હોય છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર ઘરેઘરે અને જાહેરમાં શૌચાલય બનવવા માટે અનેક યોજનાઓ અને ગ્રાન્ટ ફાળવે છે. પણ અહીંયા શૌચાલયની આવી હાલત જોઈને મહિલાઓ ઉપયોગ કરી શક્તિ નથી. હમણાં તહેવારો આવે છે. ત્યારે નહેરુ ગેઇટ મુખ્ય બજાર કેન્દ્ર હોવાથી આ બજાર મહિલાઓ ઉમટી પડશે. અને હજારોની સંખ્યામાં મહિલાઓ આવશે પણ  મહિલાઓ શૌચાલયનો ઉપયોગ નહિ કરી શકે. તેમને ભારે હાલાકી પડશે. તેથી વહેલી તકે આ શોચાલયમાં ગંદકી દૂર કરી ચાલુ કરવાની માંગ કરી છે.