હવે મોરબીમાં પણ નેશનલ લેવલના એન્થલેટ તૈયાર થઈ રહ્યા છે તાજેતરમાં મહારાષ્ટ્રમાં યોજાયેલ જીમ્નાસ્ટિક નેશનલ ચેમ્પિયનશિપ 2024માં મોરબીની દીકરી ડિંકલ રાહુલભાઈ કોટેચાએ કોલીફીકેશન રાઉન્ડ પાસ કરીને નેશનલ ચેમ્પિયનશિપ રાઉન્ડ સુધી પહોંચીને મોરબી નું ગૌરવ વધારેલ છે જીમ્નાસ્ટીકમાં સૌરાષ્ટ્રમાં ફર્સ્ટ નેશનલ રમવા ગયેલ સ્ટુડન્ટ એટલે ડિંકલ કોટેચા એ બહુ નાની ઉંમરમાં જીમ્નાસ્ટિક જેવી ઓલમ્પિક લેવલ ની ગેમમાં નેશનલ પ્લેયર બનીને મોરબી અને એની સ્કુલ વિનાયક ઇન્ટરનેશનલ અને એમના પરિવાર અને એમના કોચ ચંદ્રેશ પટેલ (યોગતા જીમ્નાસ્ટીક)નું ગૌરવ વધારેલ છે.