Wednesday - Jul 01, 2026

મોરબીનો શખ્સ 1800 લિટર બાયોડીઝલ સાથે વર્ષામેડી નજીકથી પકડાયો.

મોરબીનો શખ્સ 1800 લિટર બાયોડીઝલ સાથે વર્ષામેડી નજીકથી પકડાયો.

માળીયા (મી):- માળીયા મીયાણા પોલીસને બાતમી મળી હતી કે નવલખી રોડ ઉપર વર્ષામેડી ફાટક નજીકથી સુપર કેરી વાહનમાં બાયોડીઝલની ગેરકાયદેસર હેરાફેરી કરી રહેલા મોરબીના શખ્સને 1800 લિટર બાયોડીઝલના જથ્થા સાથે પકડી પાડ્યો હતો,

મોરબીનો શખ્સ 1800 લિટર બાયોડીઝલ સાથે વર્ષામેડી નજીકથી પકડાયો.

પકડાયેલા બાયોડીઝલના જથ્થા સાથે ₹3.28 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો,
     
મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા પોલીસની ટીમને બાતમી મળી હતી કે નવલખી રોડ ઉપર ગેરકાયદેસર રીતે બાયોડીઝલની હેરફેર થઈ રહી છે જે બાતમીને આધારે પોલીસે નવલખી રોડ ઉપર વર્ષા મેડી ગામ નજીક વોચ ગોઠવી ફાટક પાસે GJ36 V 5079 નંબરનું સુપર કેરી વાહન ચેક કરતા આરોપી જયેશ ભગવાનજી ખાધા રહે શનાળા બાયપાસ દલવાડી સર્કલ મોરબી વાળાને કબજા વાળા વાહન માંથી જુદા જુદા બાયોડીઝલના કેરબા ભરેલ સાથે પકડી પાડ્યો હતો. જેમાં 1800 લિટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો પૂછતાછમાં બાયોડીઝલના બિલ કે પુરાવા આરોપી પાસે ન મળતા પોલીસે 1.26 લાખનું બાયોડીઝલ સાથે બે લાખની કિંમતનું સુપર કેરી વાહન અને એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 2000 કબ્જે કરી કુલ રૂપિયા 3.28 લાખના મુદ્દામાલ સાથે આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી શરૂ કરી હતી.