Wednesday - Jul 01, 2026

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત

મોરબી : મોરબી શહેરમાં મહેન્દ્રનગર ચોકડી નજીક અચાનક ચક્કર આવતા પડી ગયેલા મૂળ મધ્યપ્રદેશના વતની દોલતરામ દેવચંદ વર્મા ઉ.46 નામના શ્રમિક યુવાનને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.