ઉપરવાસમાં સતત વરસાદથી ચાર ડેમના દરવાજા પણ ખોલાયા
મોરબી : મોરબી જીલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમોમાં નવા નિરની આવક યથાવત છે. મચ્છુ-1, ડેમી-2, ઘોડાધ્રોઇ, બ્રાહ્મણી ઓવર ફલો થયા છે. જ્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 90 ટકા ભરાયો છે.
ડેમના કેચમેન્ટ એરિયા તથા ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે જિલ્લાના મોટાભાગના ડેમોમાં પાણીની સપાટી વધી છે. આજ સવારની સ્થિતિએ મચ્છુ-1 ડેમ 100 ટકા ભરાયો છે અને 0.12 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 25 મિમી વરસાદ પડ્યો છે. મચ્છુ-2 ડેમ 90 ટકા ભરાયો છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 53 મિમી વરસાદ પડ્યો છે. મચ્છુ-3 ડેમ 85.11 ટકા ભરાયો છે. ડેમનો 1 દરવાજો 0.45 મીટર ખોલવામાં આવ્યો છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 77 મિમી વરસાદ પડ્યો છે. ડેમી-1 ડેમ 51.09 ટકા ભરાયો છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 25 મિમી વરસાદ પડ્યો છે. ડેમી-2 ડેમ 100 ટકા ભરાયો છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 42 મિમી વરસાદ પડ્યો છે. ડેમનો એક દરવાજો 0.6 મીટર ખોલવામાં આવ્યો છે. ડેમી-3 ડેમ 3.44ટકા ભરાયો છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 75 મિમી વરસાદ પડ્યો છે.
બ્રાહ્મણી-1 ડેમ 97.89 ટકા ભરાયો છે. ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 60 મિમી વરસાદ પડ્યો છે. બ્રાહ્મણી -2 ડેમ 57.32 ટકા ભરાયો છે. ડેમનો 1 દરવાજો 0.0750 મીટર ખોલવામાં આવ્યો છે. ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 75 મિમી વરસાદ પડ્યો છે. ડેમનો એક દરવાજો 0.45 મીટર ખોલવામાં આવ્યો છે. જ્યારે ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાયો છે. ડેમનો 1 દરવાજો 0.6 મીટર ખોલાયો છે. ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 75 મિમી વરસાદ પડ્યો છે. બંગાવડી ડેમ 59.41 ટકા ભરાયો છે.ડેમના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 50 મિમી વરસાદ પડ્યો છે.