Saturday - Jul 04, 2026

મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ સંપૂર્ણપણે ભરાયો, નીચાણવાળા ગામોને એલર્ટ

મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ સંપૂર્ણપણે ભરાયો, નીચાણવાળા ગામોને એલર્ટ

મોરબી : મોરબી તાલુકાના જીકીયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાતા ઓવરફ્લો થયો છે. ડેમ 100 ટકા ભરાઈ જતા હાલ 1 દરવાજો 3 ઈંચ ખોલવામાં આવ્યો છે અને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

આજે તારીખ 6સપ્ટેમ્બરના રોજ સાંજે 6-30 વાગ્યે ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા અને પાણીની આવક ચાલુ હોય 1 દરવાજો 3 ઈંચ ખોલીને 299 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે મોરબી તાલુકાના જીકીયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપુર (મચ્છુ) રાપર તથા માળિયા મિયાણાના સુલતાનપુર માણાબા અને ચીખલી ગામોને તકેદારીના પગલાં લેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.