Tuesday - Apr 28, 2026

મોરબીના ઉધોગપતિ ભરતભાઈ ઝાલરીયાનું બોલિવૂડના ફિલ્મફેર એવોર્ડ સેરેમનીના રેડ કાર્પેટથી ભવ્ય સ્વાગત

મોરબીના ઉધોગપતિ ભરતભાઈ ઝાલરીયાનું બોલિવૂડના ફિલ્મફેર એવોર્ડ સેરેમનીના રેડ કાર્પેટથી ભવ્ય સ્વાગત

મોરબીના ગૌરવશાળી ઘટનામાં ઉધોગપતિના હસ્તે પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડમાં જાણીતી ફિલ્મી હસ્તીઓ એવોર્ડ અર્પણ

મોરબી : મોરબીના ઇતિહાસમાં ગૌરવશાળી કહી શકાય એવી અભૂતપૂર્વ ઘટનામાં બૉલીવુડ જગત માટે ભારતભરમાં પ્રતિષ્ઠિત ગણાતા ફિલ્મફેર એવોર્ડ સેરેમનીમાં મોરબીના ઉધોગપતિ ભરતભાઈ ઝાલરીયાનું રેડ કાર્પેટથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં ઉધોગપતિ ભરતભાઈ ઝાલરીયાના હસ્તે આ પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ સેરેમનીમાં જાણીતી ફિલ્મી હસ્તીઓ વિવિધ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. સીરામીકથી વિશ્વભરમાં આગળ રહેલા મોરબી પ્રતિષ્ઠિત એવોર્ડ સેરેમનીમાં પણ છવાઈ ગયું છે.

મોરબીના ઉધોગપતિ ભરતભાઈ ઝાલરીયાનું બોલિવૂડના ફિલ્મફેર એવોર્ડ સેરેમનીના રેડ કાર્પેટથી ભવ્ય સ્વાગત

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ બોલિવૂડના પ્રખ્યાત એવોર્ડ શો ફિલ્મફેર એવોર્ડનું અમદાવાદ ગાંધીનગર ખાતે તાજેતરમાં દબદબાભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સેરેમનીમાં મોરબીના જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ ઝાલરિયાએ વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી.આથી આ એવોર્ડ સરેમની ભરતભાઈનું રેડ કાર્પેટથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં બોલિવૂડના નામાંકિત એવોર્ડ સેરેમનીમાં ભરતભાઈ ઝાલરિયાના હસ્તે અલગ અલગ કેટેગરીમાં નોમિનેટ થયેલા બૉલીવુડની નામી ફિલ્મી હસ્તીઓ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ઉધોગપતિએ આ એવોર્ડ સેરેમનીમાં સૌના. દિલ જીતી લીધા હતા સાથેસાથે ભરતભાઇની વિનમ્રતા અને સરળ વ્યક્તિત્વએ આ એવોર્ડ સંધ્યાને યાદગાર બનાવી દીધી હતી. આ પ્રથમ વખતની વિરલ ઘટના મોરબી માટે અવિસ્મરણીય અવસર સમાન છે. આથી બૉલીવુડની જાણીતી હસ્તીઓને મોરબીના ઉદ્યોગપતિના હાથે એવોર્ડ મળે એ બાબત નાની સુની નથી.

મોરબીના ઉધોગપતિ ભરતભાઈ ઝાલરીયાનું બોલિવૂડના ફિલ્મફેર એવોર્ડ સેરેમનીના રેડ કાર્પેટથી ભવ્ય સ્વાગત