Thursday - Jul 16, 2026

મોરબીની ભરચકક બજારમાં સફાઇ કરી ગેરકાયદે દબાણો હટાવાયા લારી- ગલ્લાવાળાને હટાવાયા, નડતરરૂપ ઓટા તોડી નખાયા

મોરબીની ભરચકક બજારમાં સફાઇ કરી ગેરકાયદે દબાણો હટાવાયા

લારી- ગલ્લાવાળાને હટાવાયા, નડતરરૂપ ઓટા તોડી નખાયા

મોરબી : મોરબી મહાનગરપાલિકા સ્વચ્છતા અને દબાણને લઈને વધુને વધુ સક્રિય બની રહી હોય તેમ આજે નહેરૂગેટ ચોકથી જુના બસ સ્ટેન્ડ સુધી સફાઇ અને દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી. મનપા દ્વારા વર્ષોથી દબાણ ગ્રસ્ત નહેરુ ગેઇટ ચોકમાં પહેલી વખત દબાણો હટાવતા આ વિશાળ જગ્યા ધરાવતો આ ચોકનો ભવ્ય નઝારો જોવા મળ્યો હતો.

મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે નહેરૂગેટ ચોકથી જુના બસ સ્ટેન્ડ સુધી સફાઇ અને દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવે8 હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે તેમજ અન્ય અધિકારીઓ અને સંઘના પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક ડો.ભાડેશીયા સહિતના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓ જોડાઈને સાફ સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત લારી ગલ્લાવાળાઓને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. આ સાથે નડતરરૂપ ઓટલા જેસીબીથી તોડી પાડવામાં આવ્યા હતા. આ તકે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યુ કે શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમ અંતર્ગત દર બીજા અને ચોથા ગુરૂવારે મુખ્ય વિસ્તારમાં સફાઈ કરવામાં આવશે. અગાઉ આ ઝુંબેશ અંતર્ગત મચ્છુ નદીની સફાઈ કરવામાં આવી હતી. આજે નહેરુગેટ ચોકથી જુના બસ સ્ટેન્ડ સુધીની સફાઈ કરવામાં આવી રહી છે. હવે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ સફાઈ કરવામાં આવશે. નગરદરવાજો મોરબી શહેરની ઓળખ છે. ત્યાં સ્વચ્છતા જાળવવાની કોર્પોરેશનની ઉપરાંત નગરજનોની પણ ફરજ છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે સરકાર આગવી ઓળખ અંતર્ગત ગ્રાન્ટ આપે છે. જેના હેઠળ મોરબી મહાપાલિકા દરખાસ્ત કરશે. આ દરખાસ્ત મંજુર થયે નગરદરવાજા અને ગ્રીન ચોકને સુશોભીત કરવામાં આવશે.

મોરબીની ભરચકક બજારમાં સફાઇ કરી ગેરકાયદે દબાણો હટાવાયા

લારી- ગલ્લાવાળાને હટાવાયા, નડતરરૂપ ઓટા તોડી નખાયા