Monday - Jul 06, 2026

મોરબીના બાંધકામ ઉદ્યોગને ઝડપથી વેગવંતો કરવાની માંગણી

મોરબીના બાંધકામ ઉદ્યોગને ઝડપથી વેગવંતો કરવાની માંગણી

સિવિલ એન્જિનિયર્સ એસોસિયેશન દ્વારા  મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરાઈ

મોરબી : મોરબીમાં બાંધકામ ક્ષેત્રે ભારે અસમંજતા પ્રર્વતી રહી છે. બાંધકામના નિયમો, મંજૂરી સહિતની બાબતે ભારે મુંઝવણ છે.આથી બાંધકામના નિયમો સ્પષ્ટ કરવા સિવિલ એન્જિનિયર્સ એસોસિયેશન દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્રિલ ખરેની મુલાકાત કરી હતી અને મોરબીના બાંધકામ ઉદ્યોગને ઝડપથી વેગવંતો કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને મોરબીને રાજકોટ અને વડોદરાની જેમ ડી વન કેટેગરીમાં રાખવાથી ઝડપથી વિકાસ થશે તેથી આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનરની સાથે મોરબી સિવિલ એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા મોરબીનો બાંધકામ ઉદ્યોગ ઝડપથી વેગવંતો થાય તથા બાંધકામ માટેના નિયમો કોર્પોરેશન માટે નિર્ધારિત કરી ઝડપથી ઓનલાઈન પ્રોસેસ ચાલુ કરવામાં આવે તથા બાંધકામ મંજૂરી માટે લોકોને બિલ્ડરોને અને એન્જિનિયરોને પણ સરળતા રહે તે માટે કોમન GDCRની કેટેગરી પણ નિર્ધારિત કરવામાં આવે તે માટે કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આ તકે મોરબી સિવિલ એન્જિનિયર્સ એસોસિએશનના પ્રમુખ એન્જિનિયર અનીલ મિરાણી ઉપસ્થિત રહ્યા હતા અને આ રજુઆતને ધ્યાને લઈને મ્યુનિસિપલ કમિશનરે ટુક સમયમાં મોરબી કોર્પોરેશન બાંધકામના સ્તષ્ટ નિયમો લાગુ કરવાની ખાતરી આપી હતી.