Saturday - May 02, 2026

મોરબી આરટીઓ કચેરીમાં હડતાળના કારણે લોકોને હાલાકી

મોરબી આરટીઓ કચેરીમાં હડતાળના કારણે લોકોને હાલાકી

ગુજરાતના તમામ આરટીઓમાં આજે હડતાળ પાડવામાં આવી છે. જેના કારણે મોરબી આરટીઓ કચેરીમાં આજની એપોઈન્મેન્ટ લીધેલા લોકોને ધરમનો ધક્કો થયો હતો.

પોતાની પડતર માગણીઓને લઈને આજે ગુજરાતભરમાં તમામ આરટીઓ કચેરીમાં ઈન્સ્પેક્ટર કક્ષાની લોગઈનની તમામ કામગીરી બંધ રાખવામાં આવી હતી. જેના પગલે મોરબીની આરટીઓ કચેરીના પણ 12 જેટલા ઈન્સ્પેક્ટર કક્ષાના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. જેના કારણે આરટીઓ કચેરીમાં લાયસન્સ સહિતની તમામ કામગીરી બંધ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે જે લોકોએ એપોઈન્મેન્ટ લીધી હતી તેઓ આરટીઓ કચેરીએ પહોંચ્યા હતા. જો કે હડતાળના કારણે કામગીરી બંધ હોય લોકોને ધરમનો ધક્કો થયો હતો અને પરત ફરવું પડ્યું હતું