કાર્ડિયાક એરેસ્ટ, આંચકી અને અન્ય ઈમરજન્સીમાં જીવ બચાવવા DYSP સહિતના પોલીસ અધિકારીઓએ મેળવી CPR ની તાલીમ.
મોરબી: કોઈપણ દુર્ઘટના કે મેડિકલ ઈમરજન્સી સમયે પોલીસ સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચતી હોય છે. આવા સમયે જો પોલીસ જવાનોને પ્રાથમિક સારવાર અને CPR નું જ્ઞાન હોય તો અનેક કિંમતી જીવ બચાવી શકાય છે.
આ ઉદ્દેશ્ય સાથે આજરોજ મોરબી જિલ્લા પોલીસ અને નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં
પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશેષ સેશન આજે રાખવામાં આવ્યું હતું. આજે તારીખ ૦૧/૧૨/૨૦૨૫ સોમવારના રોજ મકનસર સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં DYSP શ્રી વી.બી. દલવાડી સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નક્ષત્ર હોસ્પિટલની તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા પોલીસ જવાનોને '1st Responder' તરીકે તૈયાર કરવા માટે સઘન તાલીમ આપવામાં આવી હતી.
આ કેમ્પ દરમિયાન નીચે મુજબની મેડિકલ ઈમરજન્સીમાં શું કરવું અને શું ન કરવું તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી:
કાર્ડિયાક એરેસ્ટ: હૃદય બંધ પડી જાય ત્યારે CPR કેવી રીતે આપવું.
તાણ-આંચકી: દર્દીને ઈજા થતી અટકાવવી.
સુગર ઘટી જવું : ત્વરિત સારવારના પગલાં.
બર્ન્સ અને ફ્રેક્ચર: વ્યક્તિને વધુ ઈજાથી બચાવવા અને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડવાની પદ્ધતિઓ.
નક્ષત્ર હોસ્પિટલના અનુભવી તબીબોની ટીમે લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા પોલીસ જવાનોને તાલીમ આપી હતી.
જેમાં નીચે મુજબના ડોક્ટરો જોડાયા હતા: –
ડૉ. મહેન્દ્ર ફેફર,ડૉ.મોનિકા પટેલ,ડૉ. માધવ સંતોકી,ડૉ.બ્રિન્દા ફેફર,ડૉ.અંકિતા કાંજીયા,ડૉ.દિપક ફુલતરીયા,ડૉ.જિનલ ભીલા.
નક્ષત્ર હોસ્પિટલનું સામાજિક અભિયાન
ઉલ્લેખનીય છે કે, નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા મોરબી જિલ્લામાં જનજાગૃતિ માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓ, કોલેજો, જાહેર સ્થળો અને સરકારી કચેરીઓમાં જઈને લોકોને મેડિકલ ઈમરજન્સીનો સામનો કરવા માટે સજ્જ કરવામાં આવે છે.