મોરબી:- મોરબી પોલીસે સતત ત્રીજા દિવસે દારૂના ધંધાર્થી પર કાર્યવાહી ચાલુ રાખી છે જેમાં ત્રીજા દિવસે 46 કેસ કર્યા છે મોરબી પોલીસે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી. જેમાં સૌથી વધુ 21 કેસ મોરબી તાલુકા પોલીસે કર્યા હતા.
મોરબી શહેર અને જિલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ પર કડક કાર્યવાહી.
દેશી દારૂના ધંધાર્થી પર ઉપલા અધિકારીએ કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે 4, સીટી બી ડિવિઝન પોલીસે 6, મોરબી તાલુકા પોલીસે 21, માળીયા મિયાણા પોલીસે 4, વાંકાનેર તાલુકા અને સીટી પોલીસે 3 , 3 , ટંકારા પોલીસે 3 અને હળવદ પોલીસે 2 પ્રોહિબિશન એક્ટ મુજબ કેસ કરી ને આરોપીઓને પકડી પાડયા હતા.