Wednesday - May 06, 2026

મોરબીના કવિ સંજય બાપોદરિયાનાં બાળ કાવ્યસંગ્રહને મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે પારિતોષિક અર્પણ

મોરબીના કવિ સંજય બાપોદરિયાનાં બાળ કાવ્યસંગ્રહને મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે પારિતોષિક અર્પણ

મોરબી : ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષા-સાહિત્યનાં શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક વર્ષ-૨૦૨૨ અંતર્ગત બાળ વિભાગમાં મોરબીના કવિ સંજય બાપોદરિયા 'સંગી'નાં બાળકાવ્યસંગ્રહ 'પાંખ મળે તો...' ને દ્વિતીય ક્રમે પારિતોષિક જાહેર થયેલ હતું. જે અનુસંધાને વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ આયોજિત માતૃભાષા મહોત્સવના પૂર્ણાહુતિ સમારોહ અંતર્ગત સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહમાં મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક સંજય બાપોદરિયા 'સંગી'નાં બાળકાવ્યસંગ્રહ 'પાંખ મળે તો...'ને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માનનીય મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર, ૭૦૦૦ રોકડ પુરસ્કાર આપી દ્વિતીય પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું. આ અગાઉ કવિ સંજય બાપોદરિયા 'સંગી' ના બાળકાવ્યસંગ્રહ 'પાંખ મળે તો...' ને  ગુજરાતનો પ્રતિષ્ઠિત 'અંજુ-નરશી' પારિતોષિક -૨૦૨૩ પ્રાપ્ત થયેલ છે. ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી તેમનાં બે બાળકાવ્યસંગ્રહ 'પતંગિયું કેવું મજાનું!' અને 'પાંખ મળે તો...' પ્રકાશિત થયેલ છે.