મોરબી : મોરબી જીલ્લાના જુદાજુદા વિસ્તારમાં ચોરીની ઘટનાઓ બની રહી છે તેવામાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એન.જી.મહેતા હાઇસ્કુલમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યુ છે. જેથી કરીને આ શાળાના આચાર્ય દીપાલીબેને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની અરજી આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, એન.જી.મહેતા હાઇસ્કૂલમાં ગેટના નકુચા તોડીને તસ્કર અંદર આવેલ અને ત્યાર બાદ ત્યાંથી ઇલેક્ટ્રિક પાણીની મોટરની ચોરી કરી છે. જેથી કરીને પોલીસે સ્થળની તપાસ કરીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે અને અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા છ મહિનામાં બે વખત આ શાળામાં ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.