Sunday - May 03, 2026

મોરબી પીપલ ક્રેડિટ કો.ઓપ. સોસાયટીની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય

મોરબી પીપલ ક્રેડિટ કો.ઓપ. સોસાયટીની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય

મોરબી : મોરબી પીપલ ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી લિમિટેડની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય થયો છે, જેમાં મુખ્ય હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. સંસ્થાના ચેરમેન તરીકે પ્રાણજીવનભાઈ છગનભાઈ જાકાસણીયા, વાઇસ ચેરમેન તરીકે કિશોરભાઈ પ્રભાતભાઈ રાઠોડ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે શાંતિલાલ હરિભાઈ બાવરવા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને નેતાઓના સંપૂર્ણ સહયોગથી આ વરણી થતા મંડળીના સભ્યો અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોરબી પીપલ ક્રેડિટ કો.ઓપ. સોસાયટીની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય