Monday - Jul 06, 2026

મોરબી નવલખી રોડ ફોરલેન બનશે....

મોરબી નવલખી રોડ ફોરલેન બનશે....

મોરબી:- મોરબી નવલખી રોડ ફોરલેન બનશે જેના માટે 290 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.... મોરબીમાં પરિવહન ક્ષેત્રે અત્યંત વ્યસ્ત કહી શકાય તેવો નવલખી રોડ જેની લંબાઈ 41 કિલોમીટર છે... અને પહોળાઈ 10 મીટર છે તેને હવે ફોરલેન બનાવવામાં આવશે... અને વવાણીયા થી માળીયા સુધીના રસ્તાને પહોળો કરવા માટે પણ 23.50 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

આની સાથે આ રોડ પર આવતા બે રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે પણ રૂપિયા 13.30 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે મોરબીના વર્તમાન ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતને લક્ષમાં લઈને અને નવલખી બંદર ના વિકાસ માટે અને જ્યાં આ રોડ ઉપર વધારે પરિવહન રહેતું હોય એવા વિસ્તારને સંભવિત અકસ્માત નાબૂદ કરવા માટે કાંતિભાઈ ની રજૂઆત હતી તે સફળ રહી છે.