Thursday - Jul 16, 2026

મોરબી મનપા આકરા પાણીએ, વેરો નહિ ભરનાર માર્કેટીંગ યાર્ડની એક દુકાનને સિલ કરાઈ

મોરબી મનપા આકરા પાણીએ, વેરો નહિ ભરનાર માર્કેટીંગ યાર્ડની એક દુકાનને સિલ કરાઈ

મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા વેરા રિકવરી ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજે માર્કેટિંગ યાર્ડની એક પેઢીએ વેરો ન ભરતા તેની મિલકત સિલ કરવામાં આવી છે. આ વેળાએ મ્યુનિસિપલ કમિશનર પણ ફિલ્ડમાં હાજર રહ્યા હતા.

મહાપાલિકા દ્વારા બાકી વેરામાંથી રૂ. 14 કરોડની વસુલાત કરી દેવામાં આવી છે. હજુ પણ રૂ.1 લાખથી વધુ વેરો બાકી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં 5 પેઢીનો રૂ.1 લાખથી વધુનો વેરો બાકી હોય મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ અને મહાપાલિકાનો સ્ટાફ માર્કેટીંગ યાર્ડ ખાતે પહોંચ્યો હતો. જ્યાં ત્રણ પેઢીએ વેરાની રકમ ભરી દેતા તે કાર્યવાહીથી બચી ગઈ હતી. જ્યારે એક પેઢીએ બાહેંધરી આપી હતી.. જેથી મિલકતને લોક મારી દેવાયો છે. વિનય માર્કેટિંગ નામની પેઢીને સિલ કરવાની કાર્યવાહી કરાઈ છે.
મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે છેલ્લા ત્રણ - ચાર અઠવાડિયાથી વેરા રિકવરી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રૂ.1 લાખથી વધુનો વેરો બાકી છે તેમને ડિમાન્ડ નોટિસ અપાઈ છે. જેને 7 દિવસ થઈ ગયા પછી પણ રકમ જમા ન થાય તો સિલિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એપીએમસીમાં 5 દુકાનો છે જેનો એક લાખથી વધુ વેરો બાકી છે. એક દુકાને વેરો ન ભરતા તેને સિલ કરાઈ છે. વધુમાં અહીંના લોકોએ સફાઇ કર્મીઓ આવતા નથી તેવી રજુઆત કરી હતી. પણ એપીએમસીની અંદર સફાઈની જવાબદારી એપીએમસીની જ હોય છે. પણ અહીંનું વેસ્ટ કલેક્ટ કરી વેસ્ટ પ્રોસેસિંગ સાઇટ સુધી મહાપાલિકાને લઈ જવાનું હોય, જેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અંતે મ્યુનિ. કમિશનરે જણાવ્યું કે મહાપાલિકા કક્ષાએથી વ્યાજમાફી આવવાની કોઈ શકયતા નથી. સમાન્ય રીતે તેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે

મોરબી મનપા આકરા પાણીએ, વેરો નહિ ભરનાર માર્કેટીંગ યાર્ડની એક દુકાનને સિલ કરાઈ