Thursday - Jul 16, 2026

મોરબી મનપાએ શનાળા રોડ અને લોહાણાપરામાં દબાણો દૂર કર્યા

મોરબી મનપાએ શનાળા રોડ અને લોહાણાપરામાં  દબાણો દૂર કર્યા

મોરબી મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ આજે એક્શન મોડમાં આવી શનાળા રોડ અને લોહાણાપરામાં નડતરરૂપ રેકડી- કેબીનો હટાવવાની કામગીરી કરી હતી.મહાપાલિકાની દબાણ હટાવ શાખાએ આજે શનાળા રોડ ઉપર સરદારબાગથી લઈ ઉમિયા સર્કલ સુધી ઝુંબેશ ચલાવી હતી. જેમાં નડતરરૂપ 7થી વધુ કેબીનો અને રેકડીઓ જપ્ત કરવામાં આવી હતી. જો કે આ કાર્યવાહી જોઈને અનેક લારીવાળા ટિમ તેની પાસે પહોંચે તે પહેલા જ નીકળી ગયા હતા. વધુમાં શાકમાર્કેટ પાછળ લોહાણાપરા મેઈન રોડ ઉપરથી પણ રેકડી, કેબિન તેમજ છાપરા સહિતના 45 જેટલા દબાણ હટાવવામાં આવ્યા હતા.

મોરબી મનપાએ શનાળા રોડ અને લોહાણાપરામાં  દબાણો દૂર કર્યા