Saturday - Aug 22, 2026

મોરબી મનપા દ્વારા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી

મોરબી મનપા દ્વારા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી

મોરબી મહાપાલિકા દ્વારા આજે શનાળા રોડ ઉપર ડીમોલેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં મ્યુનિસિપલ કમિશનર પણ ફિલ્ડ ઉપર છે. જેસીબી સાથે રાખી નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે.

મોરબી મહાનગરપાલિકાની અલગ અલગ વિભાગની ટિમો દ્વારા આજે શનાળા રોડ ઉપર ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની આગેવાનીમાં આ ડ્રાઇવ યોજાઈ રહી છે.જેમાં ઉમિયા સર્કલ થી બસ સ્ટેન્ડ સુધી મંડપ, કેબિન કે અન્ય નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે