Thursday - Jun 25, 2026

મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી – નેત્રયજ્ઞ કેમ્પમાં 225 દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી – નેત્રયજ્ઞ કેમ્પમાં 225 દર્દીઓએ લાભ લીધો

અત્યાર સુધીના ૪૬ કેમ્પ માં કુલ ૧૩૩૪૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ -રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪–૭-૨૦૨૫ શુક્રવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો.

મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી – નેત્રયજ્ઞ કેમ્પમાં 225 દર્દીઓએ લાભ લીધો

જેમા ૨૨૫ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૯૩ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.

મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી – નેત્રયજ્ઞ કેમ્પમાં 225 દર્દીઓએ લાભ લીધો

પ્રવર્તમાન માસ નો કેમ્પ સ્વ. દમયંતિબેન કાંતિલાલ પોપટ (હ.સેજલબેન મનોજકુમાર) પરિવાર ના સહયોગ થી યોજાયો હતો. આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી – નેત્રયજ્ઞ કેમ્પમાં 225 દર્દીઓએ લાભ લીધો

ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ ધામ ખાતે ગત ૪૫ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૧૩૧૧૮ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૫૯૮૧ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૨૨૫ લોકોએ લાભ લીધો હતો તેમજ ૯૩ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.

મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી – નેત્રયજ્ઞ કેમ્પમાં 225 દર્દીઓએ લાભ લીધો

કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર, સી.ડી. રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, સંજય હીરાણી, કૌશલભાઈ જાની, મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ ધામ મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી.
આ કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮ ૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨ ૧૮૪૧૫,અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.

મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી – નેત્રયજ્ઞ કેમ્પમાં 225 દર્દીઓએ લાભ લીધો