Wednesday - May 06, 2026

બદસુરત શહેર કેવું હોય તેનો ખરા અર્થમાં સાક્ષાત્કાર કરવા મોરબી આવવું પડે : જીજ્ઞેશ મેવાણી

બદસુરત શહેર કેવું હોય તેનો ખરા અર્થમાં સાક્ષાત્કાર કરવા મોરબી આવવું પડે : જીજ્ઞેશ મેવાણી

ઉભરાતી ગટર, કચરાના ગંજ સહિત ઠેરઠેર ગંદકી જ જોવા મળતી હોવાનું કહી ભાજપ સરકારને આડે હાથ લીધી


મોરબી :મોરબી ઝૂલતાપુલના પીડિતોને ન્યાય મળે તે માટે 9 ઓગસ્ટથી ન્યાયયાત્રા કાઢવા મોરબીની મુલાકાતે આવેલા કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સૌરાષ્ટ્રના પેરિષ ગણાતા મોરબીની બદસુરત જોઈને ભાજપ સરકાર ઉપર આગની જેમ વરસી પડ્યા છે. ઉભરાતી ગટર, કચરાના ગંજ સહિત ઠેરઠેર ગંદકી જ જોવા મળતી હોવાનું કહી ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.

ધારાસભ્ય મેવાણીએ કહ્યું હતું કે મોરબી શહેર સતત વિકસતું ઔદ્યોગિક નગર છે. ઉદ્યોગના પ્રમાણમાં જે પાયાની સુવિધા હોવી જોઈએ તે ક્યાંય દેખાતી જ નથી. ચારેકોર ગંદકી જ દેખાઈ છે. મોરબીનો જે નઝારો જોયો છે તે જોતા ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ દેખાતું નથી. ખાડે ગયેલું તંત્ર અને રેઢિયાળ વહીવટ કેવો હોય એ રાજ્ય અને દેશમાં કોઈએ જોવુ હોય તો મોરબી આવવું પડે. મોરબીમાં ઉધોગ, ધંધા વિકસિત હોવા છતાં વેપારીઓ અને લોકો આવી નર્કગાર જેવી સ્થિતિમાં કેમ રહે છે એને માટે મોરબીની જનતા સલામ કરવી પડે. મોરબી શહેરમાં ઠેરઠેર બિસમાર રસ્ત, કાદવ કીચડ, ઉભરાતી ગટર સહિતની શહેરભરની આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે નગરપાલિકા પણ સુરક્ષિત નથી. તેઓએ કહ્યું કે અમે મોરબી શહેર, નગરપાલિકાની મુલાકાત લીધી છે  શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભયંકર ગંદકી છે, ભાજપના ભ્રષ્ટાચારના પાપે નગરપાલિકાની ભયજનક હાલત છે.આજે મારી સાથે અનેક લોકો પોતાના વિસ્તારની અલગ અલગ સમસ્યા લઈને આવ્યા છીએ. જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી આ  જગ્યા નહિ છોડીએ તેમ જણાવ્યું હતું.