Saturday - Jul 11, 2026

રાજપૂત સમાજના આગેવાન પી.ટી.જાડેજાની અટકાયતના વિરોધમાં મોરબી જિલ્લા રાજપૂત સમાજ કાલે કલેકટરને આવેદનપત્ર આપશે

રાજપૂત સમાજના આગેવાન પી.ટી.જાડેજાની અટકાયતના વિરોધમાં મોરબી જિલ્લા રાજપૂત સમાજ કાલે કલેકટરને આવેદનપત્ર આપશે

મોરબી : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજા  રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાન અને અગ્રણી દાતા છે. પી.ટી.જાડેજાને એક સામાન્ય કેસમાં પાસા જેવી કલમ લગાવીને ધરપકડ કરાવવામાં આવી છે જે સમગ્ર ક્ષત્રીય સમાજ માટે આચકો આપનારી દૂ:ખદ ઘટના છે, રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનને અડધી રાત્રે ઘેરથી ઉઠાવી પાસા જેવા એન્ટી સોસીયલ એકટમાં ધરપકડ કરી રાતોરાત સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવે તેવી અન્યાય કારી બાબતે આપણે સૌએ વિચારવાનો સમય આવી ગયો છે.

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લા તથા મોરબી જિલ્લા રાજપૂત સમાજ તથા શ્રી રાજપૂત કરણીસેના મોરબી જીલ્લા તેમજ સમાજ અગ્રણીઓ આ અટકાયત ના વિરોધમાં તારીખ 07/07/2025 ને સોમવાર ના રોજ સવારે 11.00 વાગ્યે કલેકટર મોરબીને આવેદનપત્ર  આપી પોતાનો વિરોધ નોંધાવશે. તેથી જીલ્લા કલેકટર ઓફિસે સમય સર પધરવા મોરબીમા વસતા તમામ રાજપૂત સમાજના ભાઇઓને આહવાન છે. તેમ પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લાની યાદીમાં જણાવાયું છે.